અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર અને ઉદ્યોગપતિ જુનિયર ટ્રમ્પ હાલમાં ભારતની મુલાકાતે છે. જામનગરમાં અંબાણી પરિવારના મહેમાન બનેલા જુનિયર ટ્રમ્પ ખરેખર ભારતીય અને ખાસ કરીને ગુજરાતી રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા.
જામનગરમાં જુનિયર ટ્રમ્પ ગુજરાતી રંગમાં રંગાયા
ભારતીય સંસ્કૃતિનો અનોખો અનુભવ લેતા જુનિયર ટ્રમ્પે અહીંના લોકનૃત્ય ગરબા અને દાંડિયા રાસની ભરપૂર મોજ માણી હતી. જામનગર ખાતે યોજાયેલા એક સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન તેઓએ ઉત્સાહભેર દાંડિયા અને ગરબામાં ભાગ લીધો હતો. આ મોજ મસ્તીમાં તેમને અનંત અંબાણીનો પણ સાથ મળ્યો હતો. જુનિયર ટ્રમ્પે અનંત અંબાણી સાથે પરંપરાગત દાંડિયા રમ્યા હતા. ભારતીય સંગીતના તાલ પર થનગનતા જુનિયર ટ્રમ્પનો જોશ જોવા જેવો હતો. તેમના ઉત્સાહભેર દાંડિયા રમવાના અંદાજે કાર્યક્રમમાં હાજર સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું.










