રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને અંબાણી પરિવાર દ્વારા આયોજિત ખાસ કાર્યક્રમમાં ભાગ લેવા માટે સુપરસ્ટાર સલમાન ખાનનું આજે જામનગર એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સલમાન ખાન અંબાણી પરિવારના અંગત મહેમાન તરીકે આ ઉત્સવમાં સહભાગી થશે. તેમના આગમનથી સ્થાનિક ચાહકોમાં અને સમગ્ર શહેરમાં ભારે ઉત્સાહ અને કુતૂહલ જોવા મળી રહ્યું છે.


લુલિયા વંટુર સાથે એરપોર્ટ પર દેખાયા

સલમાન ખાન એકલા નહીં પરંતુ તેમની નજીકની મિત્ર લુલિયા વંટુર સાથે જામનગર પહોંચ્યા હતા. એરપોર્ટ પર સલમાન ખાનનો અનોખો અંદાજ જોવા મળ્યો હતો અને તેમની એક ઝલક મેળવવા માટે લોકો ઉમટી પડ્યા હતા. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે તેમને રિલાયન્સ ગેસ્ટ હાઉસ તરફ લઈ જવામાં આવ્યા હતા.

સેલિબ્રિટીઓનો જમાવડો

આ ખાસ ઉજવણીમાં માત્ર સલમાન ખાન જ નહીં, પરંતુ બોલીવુડની અન્ય જાણીતી હસ્તીઓ અને સેલિબ્રિટીઓ પણ જોડાય તેવી પ્રબળ શક્યતા છે. જામનગર અગાઉ પણ અંબાણી પરિવારના ભવ્ય આયોજનોનું સાક્ષી બની ચૂક્યું છે, ત્યારે ફરી એકવાર આ નગર 'સ્ટાર હબ' તરીકે ચમકી ઉઠ્યું છે. આવનારા દિવસોમાં હજુ પણ અનેક દિગ્ગજો જામનગરની મુલાકાતે આવે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચો: શિવરાત્રી મેળા પૂર્વે ધારાગઢ અને સરદાર બાગમાં કરોડોની જમીન દબાણમુક્ત, ભૂમાફિયાઓમાં ફફડાટ

  • Follow us on: