ગુજરાતના યુવાધનને નશાના રવાડે ચડાવવાના આંતરરાજ્ય કારસાનો જામનગર એસ.ઓ.જી. પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે મોટી ખાવડી વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાંથી 418 ગ્રામ હેરોઈનનો જથ્થો મળી આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જથ્થાની અંદાજિત કિંમત રૂપિયા 83.60 લાખ જેટલી થાય છે.
પંજાબના ચાર આરોપીઓની ધરપકડ
આ ઓપરેશન દરમિયાન પોલીસે પંજાબથી ડ્રગ્સની હેરાફેરી કરવા આવેલા ચાર શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે.વિશાલસિંઘ જસવિરસિંઘ મટુ (ઉ.વ. 25),હરપ્રિતસિંઘ તેગાસિંઘ મજવી (ઉ.વ. 31),બિક્રમજીતસિંઘ અમરજીતસિંઘ મજવી (ઉ.વ. 34),જગદિપસિંઘ ઉર્ફે જગ્ગી લખબીરસિંઘ ખેહરા (ઉ.વ. 34) પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ડ્રગ્સનો જથ્થો પંજાબથી લાવવામાં આવ્યો હતો. જોકે, આ કેસનો મુખ્ય સૂત્રધાર ગણાતો ફિલીપ્સ ઉર્ફે ફૌજી નામનો આરોપી હાલ પોલીસ પકડથી દૂર છે, જેને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Rajkot: પાણીના ટાંકાની સફાઈને પગલે રાજકોટના વોર્ડ 8, 10, 11, 12 અને 13 માં પાણી ગુલ