હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી અને માર્ચ એન્ડિંગની હિસાબી કામગીરીને ધ્યાનમાં રાખીને જસદણ માર્કેટિંગ યાર્ડ (APMC) દ્વારા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. ખેડૂતોનો માલ પલળી ન જાય અને વહીવટી કામગીરીમાં સરળતા રહે તે માટે જણસીની આવક અને હરાજીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
જીરૂની આવક અંગે સૂચના
યાર્ડના સત્તાધીશોના જણાવ્યા અનુસાર, જીરૂની આવક માત્ર આજ રોજ રાત્રિના 8:00 વાગ્યા સુધી જ કરવામાં આવશે. ત્યારબાદ કોઈપણ સંજોગોમાં જીરૂનો જથ્થો યાર્ડમાં ઉતારવા દેવામાં આવશે નહીં. ખેડૂતોને આ સમયમર્યાદાનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે.










