જસદણ-આટકોટ રોડ પર ફરી એકવાર માર્ગ અકસ્માતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આટકોટ રોડ પર આવેલા રામા ધણી હેલ્મેટની દુકાન પાસે બે ટુ-વ્હીલર ચાલકો ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો જોરદાર હતો કે બંને વાહનો અથડાતા જ રસ્તા પર ફંગોળાયા હતા. આ સમગ્ર ઘટના નજીકની દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે બે વાહનો એકબીજા સાથે અથડાયા હતા.
ટુ વ્હીલર સામસામે અથડાતા અકસ્માત
અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા. આ ટક્કરમાં ટુ-વ્હીલર ચાલકને શરીરે વધતે-ઓછે અંશે ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક ઈજાગ્રસ્ત ચાલકને વધુ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનોને નોંધપાત્ર નુકસાન પહોંચ્યું છે.













