જશદણની આલ્ફા સ્કૂલમાં ધો.5માં અભ્યાસ કરતી અને મૂળ ભાવનગરના મહુવા જિલ્લાના મોટા જાદયા ગામે રહેતી બાળકીનું રહસ્યમય મોત નિપજતા તેના પરિવારે સ્કૂલ સંચાલકો સામે આક્ષેપો કર્યા છે.


પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગરના મહુવા તાલુકાના મોટા જાદય ગામે રહેતી અને જશદણમાં આલ્ફા સ્કૂલમાં ધો.5માં અભ્યાસ કરતી અને હોસ્ટેલમાં રહેતી આયુશી રમેશભાઈ બગદાણિયા (ઉ.10)ની તબિયત લથડતા સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી જેનું સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું. બનાવમાં તેના તેના પિતાએ જણાવ્યુ હતુ કે તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે, બે માસ પૂર્વે તેની પુત્રી આયુશીને જશદણની સ્કૂલમાં અભ્યાસ માટે મોકલી હતી ત્યારથી સ્કૂલ વાળાઓએ પરિવાર સાથે ફોનમાં વાત પણ નથી કરાવી તેમજ બાળકીની તબિયત લથડતા તેને હોસ્પિટલે લઈ આવ્યા બાદ પરિવારને જાણ કરી હતી અને બાળકીને છેલ્લા પાંચેક દિવસથી અછબડાની બીમારી હોવાનું અને છેલ્લે સિવિલમાં લઈ જઈ ફોન કર્યો કર્યા હોવાના સ્કૂલ સંચાલકો સામે બાળકીના મોત અંગ આક્ષેપો કર્યા હતા. તેમજ છેલ્લા પાંચેક કલાકથી બનાવ બન્યો હોય છતાં પોલીસ પણ કાર્યવાહી કરવા આવતા આક્રોશ વ્યકિત કર્યો હતો. તેમજ તેને બાળકીના મુતદેહનું ફોરેન્સીક પોરસ્ટમોર્ટમ કરાવી મોતનું ચોકકસ કારણ બહાર લાવી સ્કૂલ સંચાલકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: