જસદણ તાલુકાના કનેસરા ગામે બનેલી વન્યજીવ હુમલાની ઘટનામાં આજે એક દુખદ સમાચાર સામે આવ્યા છે. કનેસરા સ્થિત જડિયા મહાદેવ મંદિરના પૂજારી સવાભગતનું દીપડાના હુમલામાં ગંભીર ઈજાઓ થયા બાદ આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.


 જસદણમાં દીપડાના હુમલામાં પૂજારીનું મોત

જસદણના કનેસરા ગામે આવેલા જડિયા મહાદેવના મંદિરે દીપડો ત્રાટક્યો હતો. આ હિંસક દીપડાએ મંદિરમાં હાજર પૂજારી સવાભગત તેમજ તેમની સાથેના એક સેવક પર ઓચિંતો જીવલેણ હુમલો કર્યો હતો. દીપડાએ પૂજારીને ગંભીર રીતે ફાડી ખાતા તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા.

સારવાર દરમિયાન નિધન

ઘટના બાદ પૂજારી સવાભગતને તાત્કાલિક અસરથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તેઓ જીવન અને મરણ વચ્ચે જંગ લડી રહ્યા હતા. જોકે, ડોક્ટરોની તમામ કોશિશ છતાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પૂજારીના નિધનના સમાચાર મળતા જ કનેસરા ગામ અને ભક્ત સમુદાયમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચો: Morbi: સાઈડ કાપવાની સામાન્ય તકરારમાં સોની યુવાનની કરપીણ હત્યાના કાળજું કંપાવી દેતા CCTV ફૂટેજ

  • Follow us on: