જસદણ નગર પાલિકાના એક સુપરવાઇઝર સામે પાલિકામાં સફાઈ કામ કરતી મહિલા કર્મીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે. મહિલા કર્મીએ આરોપ મૂક્યો છે કે ધમકી આપીને તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
પ્રકાશ ઉર્ફે કલ્પેશ બારૈયાએ કૃત્ય આચર્યું
ફરિયાદ મુજબ, આરોપી સુપરવાઇઝર પ્રકાશ ઉર્ફે કલ્પેશ બારૈયાએ અંદાજે દોઢ વર્ષ પહેલા પાલિકાની નવી ઇમારતના બાંધકામ દરમિયાન આ કૃત્ય આચર્યું હોવાનું જણાવાયું છે. મહિલાનો આક્ષેપ છે કે, ઘટનાના સમયે તેના પતિને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવી હતી, જેના કારણે તે સમય સુધી ચૂપ રહી હતી.
જસદણ પોલીસ મથકમાં ફરિયાદ
મહિલા કર્મીએ હિંમત એકઠી કરીને આખરે જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા મામલાની તમામ પાસાઓથી તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો----- Surat : ડબલ મર્ડરના આરોપી પર ફાયરિંગ, ગોળી વાગતા બોલ્યો...સાહેબ...ભુલ થઇ ગઇ..હવે નહી ભાગુ..










