જૂનાગઢના રહેવાસી 27 વર્ષીય અફજાન કાળાભાઈ સીદા નામના યુવકે જેતપુર આવીને ફીનાઇલ પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ચોંકાવનારી બાબત એ છે કે, યુવકે આ આત્મઘાતી પગલું ભરતા પહેલા ફીનાઇલ પીતો હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો, જેને પગલે હડકંપ મચી ગયો હતો. યુવકે આ પગલું ભરવા પાછળ સોશિયલ મીડિયા સાથે જોડાયેલા લોકો સામે ગંભીર આક્ષેપો કર્યા છે.

ઇન્સ્ટા રીલ બનાવતા યુવકનો આપઘાતનો પ્રયાસ

વાયરલ વીડિયો અને પ્રાથમિક વિગતો મુજબ: કીર્તિ પટેલ (ટિકટોક/ઈન્સ્ટા સ્ટાર) અને જૂનાગઢની દિવ્યા સાવલાની દ્વારા તેને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. યુવકનો આક્ષેપ છે કે આ લોકોના ત્રાસને કારણે તે જીવવા માંગતો નથી. ઘટનાની જાણ થતા જ યુવકને તાત્કાલિક જેતપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

જેતપુર ઉદ્યોગનગર પોલીસે તપાસ હાથ ધરી

બીજી તરફ, જેતપુર ઉદ્યોગનગર પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે: પોલીસે યુવકનો વીડિયો અને તેના નિવેદનના આધારે તપાસ હાથ ધરી છે. કીર્તિ પટેલ અને દિવ્યા સાવલાનીની આમાં શું ભૂમિકા છે અને કયા કારણોસર વિવાદ થયો હતો તે અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. સોશિયલ મીડિયા પરની ખેંચતાણ હવે લોકોના અંગત જીવન અને જાન પર જોખમ ઊભું કરી રહી હોય તેવું આ ઘટના પરથી પ્રતીત થાય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો