આર્ટ ઓફ્ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકરજી દિવાળીના પર્વ પર જેતપુર પધાર્યા હતા.હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ગુરુદેવના સાનિધ્યમાં અષ્ટલક્ષ્મી હોમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત હજારો શ્રદ્ધાળુઓ અને નગરજનો ગુરુદેવના સાનિધ્ય, આશીર્વચન અને પ્રેરણાદાયી સંદેશથી ભાવવિભોર થયા હતા. અષ્ટલક્ષ્મી હોમના મહત્ત્વ વિશે સમજાવતાં ગુરુદેવે જણાવ્યું હતું કે આ પવિત્ર વૈદિક યજ્ઞ માત્ર ધનપ્રાપ્તિ માટે જ નહીં, પરંતુ જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સદબુદ્ધિ, સફ્ળતા અને આધ્યાત્મિક ઉન્નતિ માટે કરવામાં આવે છે. સત્સંગ દરમિયાન તેમણે જીવનમાં જ્ઞાન, સકારાત્મકતા અને આંતરિક શુદ્ધતાના મહત્ત્વ પર પ્રકાશ પાડયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીય તેમજ ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો