રાજકોટ જિલ્લાના જેતપુરમાં પાંચ વર્ષની માસૂમ બાળકી સાથે પડોશમાં રહેતા શખ્સે દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ છે. માસૂમની એકલતાનો લાભ લઈને આચરવામાં આવેલા આ જઘન્ય અપરાધને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભોગ બનનાર પાંચ વર્ષીય માસૂમ બાળકી પડોશમાં રહેતા જીતેન્દ્ર ભોજાણી નામના શખ્સના ઘરે રમવા ગઈ હતી.
પડોશમાં રહેતા નરાધમનું બાળકી પર દુષ્કર્મ
આ દરમિયાન નરાધમે બાળકીની એકલતાનો લાભ લીધો હતો. આરોપીએ માસૂમ બાળકીને 'કપડાં ઉતારવાની રમત' રમવાનું કહી તેની સાથે હેવાનીયત આચરી હતી. જ્યારે બાળકીએ ઘરે જઈને તેની માતાને આખી ઘટનાની જાણ કરી, ત્યારે આ ભયાનક સત્ય સામે આવ્યું હતું. બાળકીની માતાએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો.
