જૂનાગઢ શહેરને અડીને આવેલા ગિરનાર બોર્ડર વિસ્તારમાં ફરી


એકવાર સિંહ પરિવારનો રોમાંચ જોવા મળ્યો છે. શહેરના ગ્રોફેડ નજીક આવેલા એક મંદિર પાસે 13 સિંહોના મોટા જૂથે એક પશુનો શિકાર

કરી કલાકો સુધી મિજબાની માણી હતી. છેલ્લા કેટલાક

દિવસોથી 13 સિંહોનું આ ગ્રુપ શહેરના ગિરનાર બોર્ડર વિસ્તાર, દાતારની આસપાસ, બીલખા રોડ, ગ્રોફેડ, રાજીવનગર, ધરારનગર તેમજ વિલિંગ્ડન ડેમની આસપાસના વિસ્તારોમાં લતાર મારતું જોવા મળી રહ્યું

છે. આ ગ્રુપમાં 3 સિંહણ અને 10 સિંહબાળનો સમાવેશ થાય છે, જેમને વન વિભાગ અને સ્થાનિકો સિટી ગ્રુપ તરીકે ઓળખે છે. બે દિવસ અગાઉ વહેલી સવારે પણ 10 થી 12 જેટલા સિંહો વિલિંગ્ડન ડેમ આસપાસ જોવા મળ્યા

હતા. ગઈકાલે મોડી રાત્રે આશરે 1:30 વાગ્યાના સુમારે આ 13 સિંહોનું

જૂથ બીલખા રોડ પર આવેલા પુલ પરથી પસાર થઈ રહ્યું હતું. આ સમયે વન વિભાગનો સ્ટાફ્ સ્થળ પર જ હાજર હતો અને ટ્રાફ્કિ અટકાવીને સિંહોને સુરક્ષિત

રીતે રસ્તો ક્રોસ કરાવાયો હતો. બાદમાં આ ગ્રુપ

ગ્રોફેડ વિસ્તારમાં મંદિર નજીક એક પશુનું મારણ કર્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: