મળતી વિગતો અનુસાર રાજકોટની નવયુગ સ્કૂલના 157 જેટલા વિદ્યાર્થીઓ શૈક્ષણિક પ્રવાસ માટે સાસણ આવ્યા હતા. આ વિદ્યાર્થીઓ સાસણ સ્થિત 'ધ ગીર ગેટ વે' રિસોર્ટમાં રોકાયા હતા. પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓ રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં ન્હાવા માટે પડ્યા હતા, જ્યાં ધોરણ-8 માં અભ્યાસ કરતો હાર્દિક બારૈયા નામનો સગીર અચાનક ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.


હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો

સગીર ડૂબવા લાગતા ત્યાં હાજર લોકોએ તેને તાત્કાલિક બહાર કાઢ્યો હતો અને ગંભીર હાલતમાં જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જોકે, હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન જ હાર્દિકનું મોત નીપજ્યું હતું. તબીબોએ તેને મૃત જાહેર કરતા પ્રવાસમાં આવેલા અન્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકો સ્તબ્ધ થઈ ગયા હતા.

તંત્ર અને પોલીસ દ્વારા તપાસ

ઘટનાની જાણ થતા જ પોલીસે હોસ્પિટલ પહોંચી સગીરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન નીચે મુજબના પાસાઓ પર ધ્યાન આપવામાં આવશે. સગીરના પરિવારને આ કરુણ ઘટના અંગે જાણ કરવામાં આવતા જ પરિવારમાં આક્રંદ મચી ગયો છે. 

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 

  • Follow us on: