જૂનાગઢ શહેરની ઇવનગર ડમ્પિંગ સાઇટ પરથી ગાયોના મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે વિપક્ષી નેતા લલિત પરસાણાએ આ સાઇટ પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન જોવા મળ્યું કે અનેક ગાયોના મૃતદેહ ગંદકીના ઢગલા વચ્ચે રઝળતી હાલતમાં પડ્યા હતા. લલિત પરસાણાએ આક્ષેપ કર્યો છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મૃત પશુઓના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે લાખોના ખર્ચે ભઠ્ઠી બનાવવામાં આવી હોવા છતાં, તેનો ઉપયોગ કરવામાં આવતો નથી અને ગૌમાતાના દેહને અપમાનજનક રીતે ખુલ્લામાં ફેંકી દેવામાં આવે છે.


જીવદયા પ્રેમીઓમાં રોષ:

આ સંવેદનશીલ મુદ્દે જ્યારે મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે મૌન સેવી લીધું હતું. વિપક્ષી નેતાએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે, પશુઓના મૃતદેહનો યોગ્ય નિકાલ ન થવાને કારણે આસપાસના વિસ્તારમાં રોગચાળો ફેલાવવાની અને પર્યાવરણને નુકસાન થવાની ભીતિ છે. તેમણે તંત્ર પાસે માંગ કરી છે કે આ ગંભીર બેદરકારી બદલ જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે અને ભવિષ્યમાં ગૌવંશની ગરિમા જળવાય તે રીતે મૃતદેહનો નિકાલ કરવામાં આવે.

આ પણ વાંચો : Mehsana કોર્ટનો કડક સંદેશ, સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 25 વર્ષની સખત કેદ

  • Follow us on: