જ્યેષ્ઠ માસની ભીમ એકાદશીનું ખૂબ જ મોટું ધાર્મિક મહત્વ છે. આ અગિયારસ 'નિર્જળા એકાદશી' તરીકે પણ ઓળખાય છે. આ દિવસે ગુરુવારે શહેરના નાથ ભગવાન જગન્નાથ સમક્ષ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડયા હતા અને ભગવાનને પાણી ભરેલો ઘડો, કેરી, પંખો તથા ફ્ળનો ભોગ અર્પણ કર્યો હતો. જેમાં ખાસ 'કેરીનો મનોરથ' અર્પણ કરવામાં આવ્યો હતો, આ માટે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોની ભીડ મંદિરે પહોંચી હતી. ભગવાનને અર્પણ કરાયેલો આ પવિત્ર પ્રસાદ બીજા દિવસે ગરીબો અને અન્ય ભક્તોમાં પ્રસાદરૂપે વિતરણ કરવામાં આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો