જૂનાગઢમાં તત્કાલિન PSI સામે કોર્ટે લાલ આંખ કરી છે. બાંટવાના તત્કાલિન PSI કચોટ સામે કોર્ટે લાલ આંખ કરી છે. વંથલી સેશન્સ કોર્ટે એટ્રોસિટીનો હુકમ કરતાં પોલીસ બેડમાં ચકચાર મચી જવા પામી છે. આ પોલીસ કર્મી સામે દલિત યુવક પર અત્યાચારના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. પોલીસ મથકમાં ફરિયાદીને ઢોર માર માર્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

ફરિયાદીને પોલીસ મથકે ઢોર માર માર્યો

સમગ્ર ઘટનામાં ફરિયાદીએ જિલ્લા પોલીસ વડાને ફરિયાદ કરતાં પોલીસ કર્મીઓ રોષે ભરાયા હતાં. પોલીસ કર્મીઓએ ફરિયાદીને જાતિસૂચક અપમાન કરી બેરહેમી પૂર્વક માર માર્યો હતો. ફરિયાદીને માર માર્યો હોવાના તબીબી પુરાવા બાદ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. આગામી એપ્રિલ માસમાં આરોપીઓ હાજર થશે. કોર્ટના ન્યાયિક આદેશથી પોલીસ બેડામાં ફફડાટ મચી જવા પામ્યો છે.