બાંધકામ ક્ષેત્રે આધુનિક અને પર્યાવરણને અનુકુળ ઉકેલો લાવવાની દિશામાં જૂનાગઢની એક ઈજનેરી કોલેજની વિદ્યાર્થીનીઓએ પ્લાસ્ટિક વેસ્ટમાંથી ઈકો-ફ્રેન્ડ્લી એલીવેશન બ્લોક બનાવ્યો છે.
જૂનાગઢના ભેંસાણ રોડ સ્થિત ઓમ એન્જિનિયરીંગ કોલેજના સિવિલ ઈજનેરી વિભાગની વિદ્યાર્થીની મહેફુઝા મહિડા અને પુષ્ટિ ભાડજાએ ફેધરસ્ટ્રોંગ એલીવેબ બ્લોક નામનો એક નવતર પ્રોજેક્ટ સફળતાપૂર્વક તૈયાર કર્યો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદેશ ઉંચી ઈમારતોના બાંધકામ માટે એક એવો બ્લોક બનાવવાનો છે જે વજનમાં અત્યંત હળવો હોવા છતાં ઉચ્ચ મજબુતાઈ ધરાવે છે. આ બ્લોકની વિશેષતા એ છે કે તેમાં પ્લાસ્ટિકના કચરાનો યોગ્ય ઉપયોગ કરી તેને બનાવવામાં આવ્યો છે. બાંધકામ ક્ષેત્રે આધુનિક અને પર્યાવરણ માટે અનુકુળ પણ રહે તેવા ઉકેલના પ્રયાસના ભાગરૂપે આ કોલેજની વિદ્યાર્થીનીઓએ આ નવતર પ્રોજેક્ટ સફળતાપૂર્વક તૈયાર કર્યો છે.










