દેશભરમાં ગાજતા સાયબર ક્રાઈમ અને ઓનલાઈન ગેમિંગના મની લોન્ડરિંગના તાર હવે જૂનાગઢના રાજકારણ સાથે જોડાયા છે. જૂનાગઢ ભાજપના પૂર્વ કોર્પોરેટર અસલમ કુરેશીની 309 કરોડના જંગી સાયબર ફ્રોડ કેસમાં સંડોવણી ખુલતા રાજકીય આલમમાં ખળભળાટ મચી ગયો છે. નામ સામે આવતાની સાથે જ પૂર્વ કોર્પોરેટર હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
ભાજપના પૂર્વ કોર્પોરેટરની ફ્રોડ કેસમાં સંડોવણી
સાયબર ક્રાઈમની દુનિયામાં 'મ્યુલ એકાઉન્ટ' (ભાડાના ખાતા) નો ઉપયોગ છેતરપિંડીના નાણાં ફેરવવા માટે થાય છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આશરે 309 કરોડના વ્યવહારોની સંડોવણી સામે આવી છે.તપાસ દરમિયાન ૫૨ જેટલા બેંક એકાઉન્ટ મળી આવ્યા છે, જેમાં ટૂંકા સમયમાં ₹9.43 કરોડની મોટી હેરાફેરી થઈ હતી. ઓનલાઇન ગેમિંગ અને સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા રૂપિયા આ મ્યુલ એકાઉન્ટ્સમાં જમા કરવામાં આવતા હતા. ત્યારબાદ આ રકમ ઉપાડીને હવાલા મારફતે દુબઈ મોકલવામાં આવતી હતી.










