જૂનાગઢમાં ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા પિતા-પુત્ર પોતાને મધર ડેરીના એજન્ટ હોવાનું જણાવી લોકોને ડેરીમાં નોકરી અપાવી દેવાની લાલચ આપીને પૈસા પડાવતા હોવાનો એક કેસ નોધાયો હતો, જે કેસમાં વધુ 20 જેટલા લોકો ભોગ બન્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જૂનાગઢમાં ખામધ્રોળ રોડ ઉપર રહેતા દેવલ વિજયભાઈ પરજીયાને ગાંધીગ્રામમાં રહેતા અશોક ભાણજી વાઢેર અને પ્રશાંત અશોક વાઢેર પોતે મધર ડેરીના એજન્ટ છે, અને તેને ડેરીમાં નોકરી અપાવી દેશે તેવો વિશ્વાસ આપીને તેમના ડોક્યુમેન્ટ અને 39,608 રોકડા મેળવી બાદમાં નોકરી નહી અપાવી છેતરપીંડી કરી હોવાનો ફરિયાદ સી ડિવીઝન પોલીસમાં નોધાઇ હતી. જે કેસમાં પીએસઆઈ એચ.બી.ચૌહાણ દ્વારા વધુ તપાસ કરી અને ડીવાયએસપી હિતેશ ધાંધલીયા દ્વારા લોકોને આ કેસમાં જાગૃતતા દાખવા અપીલ કરતા પોલીસ સમક્ષ આ બને ઈસમોનો ભોગ બનનાર વધુ 20 જેટલા લોકોએ પોલીસનો સંપર્ક કર્યો છે, અને તેમની પાસેથી પણ નોકરી અપાવી દેવાની લાલચે નાણા લીધા હોવાનું સામે આવ્યું છે, પોલીસે આરોપીના ઘરે સર્ચ કરતા ઘરમાંથી ડેરીનો ખોટો સિક્કો, અલગ અલગ વ્યક્તિના આધારકાર્ડ, કોરા ચેક, પાનકાર્ડ, ચુટણીકાર્ડ, કલર ફોટોગ્રાફ્સ અને અમુક લખાણ મળી આવતા પોલીસે કબજે કરીને બને આરોપી સામે કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો