જૂનાગઢ જિલ્લા કલેક્ટરની સીધી દેખરેખ હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને વહન કરતા તત્વો સામે તંત્રએ લાલ આંખ કરી છે. જે અંતર્ગત ગઈકાલે કેશોદ પંથકમાં ચેકિંગ દરમિયાન રોયલ્ટી પાસ વગર રેતી વહન કરતા ચાર ટ્રકો ઝડપાઈ જતા ભૂમાફ્યિાઓમાં ફ્ફ્ડાટ ફેલાયો છે.
કેશોદના ચાંદીગઢ પાટિયા પાસે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક ટ્રક રોયલ્ટી પાસ વગર સાદી રેતીનું વહન કરતા ઝડપાયો હતો.જ્યારે અન્ય ત્રણ ટ્રક રોયલ્ટી પાસ વગર બિનઅધિકૃત રીતે રેતી વહન કરતા ઝડપાયા હતા. આ વાહનો દ્વારા દંડની રકમ ન ભરાતા તંત્ર દ્વારા આશરે રૂપિયા 80 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય વાહનોને કેશોદ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં સોંપવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લામાં છેલ્લા એક મહિનાથી ખનીજ ચોરો પર સતત ધોંસ બોલાવવામાં આવી રહી છે. શીલ ગામ નજીક દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ગેરકાયદેસર ખનન કરતી ચકરડી સહિતના સાધનો અને વાહનો મળીને અંદાજિત 1.20 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.










