જૂનાગઢમાં કલરકામ કરવાની મજુરી કરતા એક યુવાનને તેના મિત્રએ પોતાના ઘરે કલરકામ કરવાના બહાને બોલાવી પોતાના લેણાં નીકળતા 80 હજાર માટે પિતા-પુત્રએ સાથે મળીને હત્યા કરી નાખ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, યુવકને લસ્સીમાં ઘેનના ટીકડા પીવડાવી બેભાન કરી એકટીવામાં વચ્ચે બેસાડીને ભાદર નદીમાં ફેંકી દીધાનો ખુલાસો જેતપુર પોલીસની તપાસમાં થતા જૂનાગઢ પોલીસમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે. સમીર હનીફ્ શેખ ઉ.27 કલરકામ કરવાની મજુરી કરતો અને એક વર્ષ પહેલા તે એક દરગાહે નાશીરખાન પઠાણ સાથે ત્યાં વાતચીત થયા બાદ બને વચ્ચે મિત્રતા થયેલ હતી, સમીરે પિતા માટે રીક્ષા લેવા અને પોતાના માટે એકટીવા લેવા માટે મિત્ર નાશીરખાન પાસેથી 40-40 હજાર મળીને કુલ 80 હજાર ઉછીના લીધા હતા. જે પૈસા માટે નાશીરખાન અવાર નવાર સમીરને ધમકી આપતો હતો અને પૈસાની ઉઘરાણી કરતો હતો, તેથી પોતાના પિતા પુત્ર દાઉદખાન સાથે મળીને સમીરની હત્યા કરી નાખી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો