ગુજરાતના માર્ગ અને વાહન વ્યવહાર વિભાગે ડ્રાઇવિંગ લાઇસન્સની પરીક્ષા પ્રક્રિયાને સંપૂર્ણપણે પારદર્શક અને ટેક્નોલોજી આધારિત બનાવવા મોટું પગલું ભર્યું છે.
જૂનાગઢ આરટીઓ કચેરી ખાતે પ્રથમ વખત એઆઈ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની કામગીરી ઝડપભેર ચાલી રહી છે. આ નવા ટ્રેકમાં 26થી 28 હાઇ-રિઝોલ્યુશન કેમેરા લગાવવામાં આવશે, જે ડ્રાઇવરની દરેક હિલચાલ, દિશા-સૂચકનો ઉપયોગ, બ્રેક-એક્સિલેટરનું નિયંત્રણ, લેન ડિસિપ્લિન તેમજ સલામતીના નિયમોનું પાલન - બધું જ રેકોર્ડ કરશે અને એઆઈ તુરંત તેનું મૂલ્યાંકન કરશે.
જૂનાગઢ આરટીઓ અધિકારી એ.પી. પંચાલે જણાવ્યું હતું કે, આ નવી સિસ્ટમથી ડ્રાઇવિંગ ટેસ્ટમાં કોઈપણ પ્રકારની લાગવગ કે વચેટિયાઓની દખલ શક્ય બનશે નહીં. કેમેરા 360 ડિગ્રી દ્રષ્ટિ રાખશે અને એઆઈ દ્વારા દરેક ભૂલનું રીઅલ-ટાઇમ ડિટેક્શન થશે. પરિણામ 100 ટકા વૈજ્ઞાનિક હશે. તેમણે ઉમેર્યું કે જૂની સિસ્ટમમાં સોફ્ટવેરની સમસ્યાઓ વારંવાર આવતી હતી, જે આ નવા એઆઈ ટ્રેકથી કાયમ માટે દૂર થઈ જશે. આ સિસ્ટમથી સૌથી મોટો ફાયદો એ થશે કે હવે ફ્ક્ત સાચે જ યોગ્ય કૌશલ્ય ધરાવતા વ્યક્તિઓને જ ડ્રાઇવિંગ લાઇસન્સ મળશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો