સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું આગમન થતા મુરઝાતી મોલાતને જીવતદાન પ્રાપ્ત થયું છે. સારા વરસાદથી લોકોમાં પણ આનંદની લાગણી છવાઈ છે. બાબરા પંથકમાં લાંબા સમયની રાહ જોયા બાદ વરસેલા આ વરસાદથી ખેતીનું પાક ચિત્ર બદલાયું છે. સુકાતા પાકોને નવું જીવતદાન મળતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. માળિયા હાટીના, લાઠોદરા, કડાયા, ભંડુરી અને ગાળોદર સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ વરસવાનું શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સાવરકુંડલા તાલુકામાં ધીમીધારે વરસાદ વરસતા અંદાજે બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે. અમરેલીના વડિયામાં 33મીમી વરસાદથી આનંદની લાગણી ફેલાઈ છે. ધોરાજી શહેર ઉપરાંત નાની પરબડી, જમનાવડ, વેગડી, તોરણીયા, ફેરણી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો હતો. વરસાદથી મગફ્ળી, એરંડા, સોયાબીન, તુવેર સહિતના ચોમાસુ પાકને ફાયદો થવાની આશા ખેડૂતોમાં જાગી છે.લાંબા સમયના વિરામ બાદ મેંદરડા પંથકમાં મેઘરાજાએ ફરીપધરામણી કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો