જૂનાગઢમાં નવરાત્રી દરમિયાન ગતરાતે ઝાંઝરડા ચોકડીથી આગળ રોડ ઉપર બાઈક લઈને પસાર થઈ રહેલા એક પોલીસ કોન્સ્ટેબલને એક કાળા કલરની એન્ડેવેર કારના ચાલકે બેફીકરાઇથી કાર ચલાવીને જોરદાર ટક્કર મારી ભાગી ગયાની ઘટના પોલીસ દફ્તરે નોધાઇ છે. જૂનાગઢમાં દાતાર પોલીસ લાઈનમાં રહેતા અને એલઆઈબી શાખામાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મનીષભાઈ રતિલાલ ગોંડલીયા ઉ.34 ગઈકાલે જ પૂર્ણ કરીને તેમના પત્ની અંકિતાબેન જેઓ પણ પોલીસ વિભાગમાં નોકરી કરતા હોય તેઓની હાલ નવરાત્રીમાં ખોડલધામ નવરાત્રી ખાતે ડયુટી આપવામાં આવી હતી, તેમની પાસે ગયા હતા, અને રાતે એક વાગ્યે મનીષભાઈ બાઈક લઈને પોતાના ક્વાર્ટર જવા માટે નીકળ્યા અને રસ્તામાં ઝાંઝરડા ચોકડી પાસે જલારામ મંદિરની સામે કાળા કલરની એન્ડેવર કાર નંબર જીજે. 36. એલ. 9222 ના ચાલક રાહુલ ઓડેદરા નામના શખ્સે બેફ્કિરાઈથી કાર ચલાવીને કોન્સ્ટેબલને બાઈકને ટક્કર મારીને ભાગી ગયો હતો, અકસ્માતમાં ઘાયલ કોન્સ્ટેબલને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, ઘટનાની જાણ થતા એસપી, ડીવાયએસપી સહિતના હોસ્પિટલ દોડી ગયા હતા, અને ભાગી ગયેલા કાર ચાલક સામે બી ડિવીઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો