માળીયાહાટીના વિસ્તારમાં બે ડેમ આવેલા છે એક ભાખરવડ ડેમ અને બીજો દુધાળા પાસે વ્રજમી જળાશય આવેલા છે.15 દિવસ પહેલા ત્રણ દિવસ સુધીમાં આ વિસ્તારમાં 30 ઇચ જેટલો વરસાદ થતાં ભાખરવડ ડેમ ઓવરફ્લો થઈ ગયો હતો. જ્યારે વ્રજમી જળાશય યોજના (દધીચિ સરોવર) વ્રજમી ડેમ ઉપર આજ સુધીમાં 17 ઈંચ વરસાદ પડયો છે તેમ છતાં ડેમ 5 ટકા પણ ભરાયો નથી. આ ડેમ અત્યારે ખાલી ખમ જોવા મળ્યો છે. આ ડેમ નજીક ચાર કૂવામાંથી માંગરોળ સુધી પાઈપલાઈન દ્વારા પાણી પહોંચે છે.
ડેમ ના ઉપરવાસના ગામો અમરાપુર,જલંધર,કાતરાસા, ધરમપુર સહિતના ઉપર વર્ષના ગામોમાં જોરદાર વરસાદ પડે તો જ આ ડેમમાં પાણી આવી શકે અને આ ડેમ ભરાઈ જાય છે પણ એ વિસ્તારોમાં જોઈએ એટલો વરસાદ હજુ પડયો નથી તેમ જાણવા મળે છે જ્યારે ડેમના નીચાણ વાળા ગામો નાવા વાંદરવડ જુના વાંદરવડ વડીયા ગીર ઇટાલી જાનડી ઘુમ ટી કળાયા ઝળકા સહિતના નીચાણ વાળા ગામોના ખેડૂતો ચિંતાતુર બની ગયા છે કેમકે વ્રજમી ડેમમાં પાણી હોય તો જ નીચાણવાળા ગામોના કુવાઓના તળિયા પાણીથી મજબૂત બને અને કૂવા પાણીથી ભરાઈ જાય છે. ડેમ માં કુલ 9 દરવાજા છે. અત્યારે તમામ દરવાજા બંધ છે હવે આ ડેમ ક્યારે ભરાશે તેની આજુબાજુના ખેડૂતો રાહ જોઈ રહ્યા છે અને ખેડૂતો ચિંતા પણ કરી રહ્યા છે.
