રાજ્ય સરકાર દ્વારા ખરીફ્ પાકો જેવા કે મગફ્ળી અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સામાન્ય દિવસોમાં ખેડૂતો દિવસ દરમિયાન ખેતીકામમાં વ્યસ્ત રહેતા હોવાથી તેમની મુશ્કેલી સમજી મેંદરડા ગ્રામ પંચાયતે એક સરાહનીય નિર્ણય લીધો છે. ખેડૂતોની સુવિધા અર્થે કચેરીને શનિવાર-રવિવાર સહિતની જાહેર રજાઓમાં તેમજ રાત્રે 9 થી 12 વાગ્યા સુધી ખુલ્લી રાખીને નોંધણી કામગીરી પૂરજોશમાં ચલાવવામાં આવી રહી છે.

આ વ્યવસ્થા હેઠળ અત્યાર સુધીમાં 252 જેટલા ખેડૂતોનું ઓનલાઇન રજીસ્ટ્રેશન સફ્ળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂક્યું છે, જ્યારે અન્ય 150થી વધુ ખેડૂતોની નોંધણી પ્રક્રિયા હેઠળ છે. ખેડૂતોને તડકામાં કે કલાકો સુધી લાઈનોમાં ઊભા ન રહેવું પડે તે માટે ટોકન સિસ્ટમ અમલમાં મૂકાઈ છે અને વારા મુજબ ફોન કરીને બોલાવવામાં આવે છે.

સરપંચ જે. ડી. ખાવડુ અને ઉપ સરપંચચંદ્રેશભાઈ ખૂંટના માર્ગદર્શન હેઠળ તલાટી મંત્રી રમેશભાઈ ડાકી, મંત્રી વિપુલભાઈ પરમાર, વીસીઈ અલ્પેશ ઘેલાણી તેમજ પંચાયત સ્ટાફ્ દ્વારા 7/12, 8-અ અને વાવેતર પાણીપત્રકની ચકાસણી ઝડપથી કરવામાં આવી રહી છે. પંચાયતના આ અભિગમથી ધરતીપુત્રોમાં સંતોષ ફેલાયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો