ભવનાથમાં પાંજનાકા પુલ પાસે મધરાતે કાળા કલરની એક સ્કોર્પિયો કારના ચાલકે કાબુ ગુમાવતા કાર સુધી ડિવાઈડર સાથે એવી રીતે જોરદાર ટકરાઈ કે આખી કાર ઉલટી દિશામાં ફરી ગયેલ અને કારનો ભુક્કો બોલી ગયો હતો, હજુ આ કાર તે જ સ્થળે પડી છે, અને પોલીસ દ્વારા કાર ચાલક સામે રફ્ ડ્રાઈવિંગ કરવા સબબ તપાસ શરુ કરી છે. જયારે બીજી તરફ્ મનપા દ્વારા ચાલક સામે ફરિયાદ નોધાવી છે.
ભવનાથ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. એસ.કે.દેસાઈએ જણાવ્યું કે, ગતરાતે કાળા કલરની સ્કોર્પિયો કાર સોનાપુરી સ્મશાન તરફ્થી ભવનાથ તરફ્ જતી હતી, અને કાર ચાલકે ગાડી પરનો કાબુ ગુમાવતા કાર સીધી પાંજનાકા પુલ પાસેના વળાંકના ડિવાઈડર સાથે ટકરાઈ હતી, અકસ્માત એટલો ગંભીર હતો કે, ગાડીનો ભુક્કો બોલી ગયો હતો, અને ડિવાઈડરના પથ્થર પણ રોડ ઉપર વિખેરાઈ ગયા હતા, હાલ હજુ ગાડી ત્યાં જ છે, અને કાર રાજકોટ પાસીંગની હોવાનું અને કાર કોણ ચલાવતું હતું અને કેવી રીતે અકસ્માત થયો તે અંગે તપાસ કરીને રોડ ઉપર બેદરકારીથી ડ્રાઈવિંગ કરવા સબબ કાર્યવાહી કરવાની તપાસ શરુ છે.
