સૌરાષ્ટ્રના સોની બજારમાં સોની વેપારીઓ એક ચોક્કસ ગેંગની એક નવી મોડસ ઓપરેન્ડીનો ભોગ બની રહ્યા છે.


રાજકોટ પછી હવે જૂનાગઢ જિલ્લામાં સક્રિય બનેલી આ ટોળકીએ સોનાના વધતા ભાવનો ફાયદો ઉઠાવી સોનાના જુના દાગીના વેચવાનું કારસ્તાન શરુ કર્યું છે, જેમાં ઓછુ સોનું હોય અને તેની બદલીમાં અનેકગણા દાગીના કરાવીને લાખોની છેતરપીંડી કરતી હોવાની બુમ ઉઠી છે. જૂનાગઢ ગોલ્ડ એન્ડ સિલ્વર એસોસિએશન ચોકસી બજાર અને ચેમ્બર ઓફ્ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જિલ્લા પોલીસ વડાને આ અંગે લેખિતમાં ફરિયાદ કરી છે, નવી મોડસ ઓપરેન્ડીથી જુના દાગીનામાં 10 થી 20 ટકા જ સોનું હોય છે, અને જયારે વેચવા આવે ત્યારે તેની પાસે પાંદડી વાળો સોનાનો હાર હોય છે, તે હાર ઉપરથી સોનું જ લાગે પરંતુ જયારે વેચે પછી તેનાથી સોની વેપારીઓને પાછળથી ખોટ જાય છે. આવું જ અહીના અનેક વેપારી સાથે અન્ય જૂનાગઢ મેંદરડા, જેતપુર અને કેશોદના અમુક વેપારીઓ સાથે બન્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: