ઝડપાયેલ લોકોની સ્કૂટરની ડીકી ચેક કરતા તેમાંથી મૃત હાલતમાં સસલું મળી આવતા આખોયે મામલો વનવિભાગને સોપવામાં આવ્યો હતો, જેની પૂછતાછમાં બંને શખ્સોએ સસલાનો ગિલોલથી શિકાર કરીને છરી વડે ગળું કાપી નાખ્યું હોવાનું ખુલવા પામ્યું છે.
વન વિભાગની ટીમને જોઈ ભાગવાનો પ્રયાસ કર્યો હતો શખ્સોએ
આ સમગ્ર મામલે જૂનાગઢ વનીકરણ વિભાગના એસીએફ શાહિદખાન મકરાણીએ જણાવ્યું કે, તા.૧૫ ની મધરાતે સાંતલપુરધારની વીડી વિસ્તારમાં રહેતા અલ્તાફ હાસમ લાડક ઉ.૨૦ અને શેરખાન દિનમહમદ મોરી ઉ.૨૨ નામના બે શખ્સો પોતાના સ્કુટર ઉપર વાડી વિસ્તારમાં બંટીયા જતા માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે વંથલી પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને જોઇને બંનેએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
તલાસી લેતા તેમની પાસેથી છરી મળી આવી હતી
જેથી પોલીસે બન્નેને પકડીને તલાસી લેતા તેમની પાસેથી છરી મળી આવી હતી, જેથી બંનેને પોલીસ મથકે લાવ્યા અને ગુનો દાખલ કર્યો હતો. તે અરસામાં તેના વાહનની ડીકી ચેક કરતા તેમાંથી મૃત હાલતમાં એક સસલું મળી આવ્યું હતું, જેને લઈને પોલીસે વનવિભાગને રીપોર્ટ કર્યો હતો, જેથી બંને શખ્સોનો કબજો મેળવીને સવાર સુધી વનવિભાગના સ્ટાફ દ્વારા પૂછપરછ કરવામાં આવતા તે બંનેએ સસલાને ગિલોલથી મારી માથે ગાડી ચડાવી દીધી અને બાદમાં ધારદાર છરીથી ગળું કાપીને શિકાર કરી હત્યા કરી નાખી હતી, અને બાદમાં તેનું માસ વેચવા માટે જતા હતા.
છેલ્લા ઘણા વર્ષોથી આ રીતે શિકારનું કામ કરતા હોવાની વાત આવી સામે
જેને લઈને બંને શખ્સો સામે શાપુર રેંજમાં વન્યજીવ શેડ્યુલ બે અંતર્ગત ગુનો નોધીને બંનેને ૫૦-૫૦ હજાર દંડ કરીને માંડવાળ કરવા કાર્યવાહી કરવામાં આવી છે. આજે નાયબ વન સંરક્ષક ઉષ્મા નાણાવટીના માર્ગદર્શન નીચે કામગીરી કરીને ફોરેસ્ટર સુત્રેજા, ભેડાભાઈ, ડોડીયા અને પંકજભાઈ દ્વારા આરોપીને સાથે રાખીને કેવી રીતે શિકાર કર્યો તેનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું, અને આ કેસમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.
અગાઉ નિલગાયનો શિકાર કર્યાની કબુલાત
જૂનાગઢ એસીએફએ જણાવ્યું કે, બંને ઈસમોની પૂછતાછમાં બંને છેલ્લા પાંચ-સાત વર્ષથી આવી શિકારની પ્રવુતિ કરી રહ્યા છે. અને ભૂતકાળમાં નિલગાયનો પણ શિકાર કર્યાની કબુલાત આપી છે, તેઓ વન્ય પ્રાણીઓનો શિકાર કરીને તેનું માસ આસપાસના વિસ્તારમાં વેંચી નાખવા માટે આવી પ્રવુતિ કરી રહ્યાનું સામે આવ્યું છે. તેઓ શિકારની પ્રવુતિ કરવાના ટેવ વાળા છે.
આ પણ વાંચો : Weather News : દેશભરમાં ઠંડીનું મોજું ફરી વળ્યું, ગુજરાતમાં નલિયામાં સૌથી વધારે ઠંડી નોંધાતા લોકોએ તાપણાનો લીધો સહારો