જૂનાગઢના ભવનાથમાં રોડ ક્રોસ કરી સિંહો ફરી જંગલ તરફ થયા રવાના થયા હતા અને વન વિભાગના રેસ્ટ હાઉસ પાસેની દિવાલ કૂદતા સિંહનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.


[[$googlead]]

સિંહોનું ઘર માત્ર સાસણ નહી પણ ગિરનારની તળેટી પણ છે

અહીં જંગલમાં 54 જેટલા સિંહનો વસવાટ છે. અહીં સાંજ ઢળતાની સાથે જ જંગલ વિસ્તાર માંથી નીકળીને ગિરી તળેટીમાં વિહરવા નીકળે છે. એક નહી ત્રણ ત્રણ સાવજો ભવનાથના માર્ગો ઉપર એ મોડી રાતે નહી પરંતુ લોકોની અવર જવર વચ્ચે રસ્તા ઉપર બિંદાસ આંટાફેરા મારતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે. સિંહ મારણની શોધમાં જંગલ છોડીને શહેરી વિસ્તારમાં પ્રવેશતા હોય છે.

રોડ પર સિંહના આંટાફેરા સામાન્ય છે

એક એવી પણ બાબત છે, જ્યારે લોકોની અવર જવર હોય અને સિંહો પસાર થતા હોય છતાં હજુ સુધી ક્યારેય કોઈ સિંહે મનુષ્ય ઉપર હુમલો કર્યો હોય તેવી એકપણ ઘટના હજુ સુધી બની નથી. સિંહોની નગરી જૂનાગઢમાં સિંહોના આંટાફેરા સામાન્ય બાબત છે, જાણે સિંહોને જૂનાગઢ શહેર અને અહીંના લોકો એવા તે ગમી ગયા કે તેઓ ઓતપ્રોત બની ગયા છે. સૌરાષ્ટ્ર પંથકમાં સિંહનો વસવાટ છે ત્યારે અમરેલીમાં પણ ગામની શેરીઓમાં સિંહના આંટાફેરા જોવા મળતા હોય છે. 

[[$alsoread]]

 

  • Follow us on: