મહાશિવરાત્રિ મેળાને લઈને ભાવિકોનું વિશેષ ઘસારો જોવા મળી રહ્યો છે. ભવનાથ વિસ્તારમાં આજના દિવસ દરમિયાન પણ પુષ્કળ પ્રમાણમાં ભાવિકો ભવનાથ મહાશિવરાત્રિ મીની કુંભ મેળાની મુલાકાત કરે તેવી પણ પૂરી શક્યતા છે. જેને લઈને ભવનાથની ગિરિ તળેટી માનવ મહેરામણથી ઉભરાતી જોવા મળી રહી છે.
જૂનાગઢ તળેટીનું વાતાવરણ ભક્તિમય બન્યું છે
જૂનાગઢના મહાશિવરાત્રી મેળાને ભવ્ય અને દિવ્ય બનાવવા આયોજનમાં વહીવટી તંત્ર સહિત સૌ સહભાગીઓને અભિનંદન આપ્યાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ભવનાથ પ્રવેશ દ્વાર નજીક આયોજિત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં સહભાગી થવાની સાથે ભવનાથ મંદિરની વેબસાઈટ લોન્ચ કરી હતી, જેથી હવે ભાવિકો ભવનાથ મહાદેવના લાઈવ દર્શન કરી શકશે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી ભવનાથ ભવનાથ અને હર હર મહાદેવ દેવનો જયકાર કરતા જણાવ્યું હતું કે, મહાશિવરાત્રીના મહામેળાને લાખો શિવભક્તોએ સાથે મળીને ઓમ નમઃ શિવાયના જયઘોષથી સમગ્ર તળેટીનું વાતાવરણ ભક્તિમય બન્યું છે, સાથે જ તેમણે કહ્યું કે, ગિરનારી આ પવિત્ર ભૂમિ પર સાધુ સંતોની આ ભવ્ય નગર પ્રવેશ યાત્રામાં ઐતિહાસિક દ્રશ્યો નજરે પડ્યાં છે.













