બાદમાં ખોટી ફોન-પે એપ દ્વારા સક્સેશફૂલ ટ્રાન્ઝેક્શન થયાનો મેસેજ બતાવીને ભાગી ગયાની ફરિયાદ પોલીસ દફતરે નોધાઇ છે. વંથલીના ગાઠીલામાં રહેતા અને જૂનાગઢના ગાંધીગ્રામમાં મોમાઈ દુગ્ધાલય નામે દૂધનો વેપાર કરતા સરમણ બીજલભાઈ સિંધવ તા.૧૬ નવેમ્બરે સવારે ૧૧.૩૦ કલાકે દુધના વેપારના પૈસા પોતાના ખાતામાં જમા કરાવવા માટે બહાઉદિન કોલેજ સામે આવેલા એક એટીએમમાં ગયા હતા, પરંતુ એટીએમ બંધ હતું અને સાતથી આંઠ લોકો લાઈનમાં ઉભા હતા. જેથી તેઓ બહાર નીકળી ગયા હતા.
વિશ્વાસમાં લઈ રૂપિયા સેરવી લીધા
તે સમયે એક અજાણ્યો શખ્સ તેની પાસે આવ્યો અને કહ્યું કે, તમે મને રોકડા રૂપિયા આપી દયો હું મારા ખાતામાંથી તે રકમ તમને ઓનલાઈન ટ્રાન્સફર કરી આપું, જેથી વિશ્વાસમાં આવીને સરમણભાઈએ તેમના ૧૨ હજાર રોકડા તે શખ્સને આપી દીધા અને બાદમાં તે શખ્સે પોતાના મોબાઇલમાં ખોટી ફોન-પે એપ દ્વારા સક્સેશફૂલ ટ્રાન્ઝેક્શન થયાનું અને પૈસા જમા થયા હોવાનો ખોટો મેસેજ બતાવીને જતો રહ્યો હતો. બાદમાં સરમણભાઈએ પોતાનું એકાઉન્ટ બેલેન્સ ચેક કરતા માલુમ પડ્યું કે, પૈસા હજુ સુધી જમા નથી થયા.













