સાધુઓનું કહેવું છે કે, કયા અખાડાએ કિર્તી પટેલને સ્નાન માટે આપ્યું આમંત્રણ અને કિર્તી પટેલ ઘણીવાર સુધી મૃગી કુંડમાં સ્નાન કરતી રહી અને રવેડીમાં પણ ફરી હતી કિર્તી પટેલ, સાધુ સંતોના વિરોધ બાદ કિર્તી પટેલને કરાઈ બહાર.
કિર્તી પટેલના સ્નાન બાબતે નાયબ કલેકટરનું નિવેદન
કિર્તી પટેલના સ્નાન બાબતે નાયબ કલેકટરનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમનું કહેવું છે કે, કિર્તી પટેલના સામે સાધુ સંતોમાં નારાજગી હતી અને ધાર્મિક લાગણી દુભાશે તો કાર્યવાહી કિર્તી પટેલ સામે કરવામાં આવશે અને ખાખી મઢીના મહંત સુખરામદાસનું નિવેદન છે કે, કેટલાક સાંસારિક લોકોએ મૃગી કુંડને દૂષિત કર્યો છે અને વિવાદ થતા તંત્રએ કિર્તી પટેલને દૂર કરી હતી અને હું તંત્રનો આભાર માનું છું.
મૃગીકુંડમાં સ્નાન બાદ કિર્તી પટેલની દાદાગીરી
મૃગીકુંડમાં સ્નાન બાદ કિર્તી પટેલની દાદાગીરી સામે આવી હતી અને સાધુસંતોએ વિરોધ કરતા નફ્ફટાઇભર્યું વર્તન અને શું હું સનાતની નથી? તેમ કી કીર્તિ પટેલે રૂઆબ બતાવ્યો હતો અને મીડિયાને કહ્યું હતુ કે, ટીઆરપી લેવા પાછળ પડી જાવ છો, તમને કવર કોણે આપ્યા છે એવા આક્ષેપ કર્યા હતા.
મેળામાં રેકોર્ડબ્રેક 24 લાખથી વધુ ભાવિકો ઉમટ્યા
મહાશિવરાત્રીનો મેળો મીની કુંભસમાન ઉજવવા સરકારે તમામ સુવિધાઓ અને ભાવિકોની પ્રાથમિક્તાને ધ્યાને લઈને આયોજન કર્યુ હતું. જેના ફળસ્વરૂપે આ વર્ષે પાંચ દિવસમાં ૨૪ લાખ કરતા વધુ શ્રધ્ધાળુઓ મેળામાં આવ્યા હોવાનું તંત્રએ આકલન કર્યું છે. તંત્રના સર્વે અનુસાર પ્રથમ ત્રણ દિવસમાં ૯ થી ૧૦ લાખ લોકોએ મેળાની મુલાકાત લીધી છે, ચોથા દિવસે સાતથી આઠ લાખ ભાવિકો સાડા ત્રણ કિલોમીટર વિસ્તારમાં વિડીયો સર્વેનેસના મુજબ સ્ક્વેર ફુટ મુજબ ભવનાથમાં હોવાનું જણાયું હતું. તેમજ આજે અંતિમ દિવસે શિવરાત્રીએ વધુ સાતેક લાખ જેટલા ભાવિકો મેળામાં ઉમટી પડયા હતા.









