ફળોની રાણી એટલે કે કેસર કેરી, જે દેશ વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે અને જૂનાગઢ ગીર સોમનાથ જિલ્લો કેસર કેરીના ઉત્પાદન માટે ખૂબ જ મહત્વ છે, જ્યારે કેસર કેરીના ચાહકો માટે આ વર્ષે કેરીની સીઝન મોડી શરૂ થશે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, સામાન્ય રીતે, નવેમ્બર મહિનાના બીજા પખવાડિયાથી સોરઠમાં આંબામાં મોર (ફ્લાવરિંગ) આવવાની શરૂઆત થઈ જતી હોય છે.
પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ક્લાઈમેટ ચેન્જના કારણે આ પ્રક્રિયા મોડી થાય છે
અને આ વર્ષે પણ નવેમ્બર મહિનો પૂરો થવા આવ્યો હોવા છતાં મોટા ભાગના આંબા પર ફ્લાવરિંગ આવ્યું નથી. આ વર્ષે ચોમાસાની સિઝન પણ લાંબી ચાલી છે. સામાન્ય રીતે ઓગસ્ટમાં વરસાદ વિરામ લેતો હોય છે, જેનાથી આંબાના વૃક્ષને લગભગ અઢી મહિનાનો આરામ (ફૂલ આવવા માટેની તૈયારી) મળી રહે છે. પરંતુ આ વર્ષે લાંબી ચાલેલી વરસાદી સિઝનને કારણે વૃક્ષને પૂરતો આરામ મળ્યો નથી, જે ફ્લાવરિંગ મોડું થવાનું બીજું મુખ્ય કારણ છે.
કૃષિ નિષ્ણાંતોની ખેડૂતોએ સલાહ લેવી જોઈએ
સમયસર ફ્લાવરિંગ માટે નવેમ્બર મહિનામાં દિવસનું તાપમાન આશરે 25 ડિગ્રી અને રાત્રિનું તાપમાન 15 ડિગ્રી મળવું જરૂરી છે, જે વર્તમાન પરિસ્થિતિમાં જોવા મળતું નથી, હાલની પરિસ્થિતિમાં ખેડૂતોએ આંબાઓમાં પાણી આપવાની જરૂર નથી તેમ જ કૃષિ નિષ્ણાંતો દ્વારા આપવામાં આવેલા સૂચનો મુજબ દવાનો છંટકાવ કરવો જોઈએ, કારણકે ફ્લાવરિંગ પ્રક્રિયા દરમિયાન મધ્યા નામનો રોગ ન આવે તે માટે અત્યારથી જ આયોજન કરી લેવું જોઈએ.
સોરઠ વિસ્તારમાં ક્લાઈમેટ ચેન્જના કારણે આંબાના વૃક્ષો પર હજી સુધી ફૂલ (ફ્લાવરિંગ) આવ્યા નથી
જોકે, એક આશ્ચર્યજનક બાબત સામે આવી છે કે, જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના માલણકા ગામના ખેડૂત બીપીનભાઈ જાદવના એકમાત્ર બગીચામાં વહેલું ફ્લાવરિંગ આવવાનું શરૂ થઈ ગયું છે, તેઓ આંબામાં કોઈ દવા કે અન્ય વસ્તુનો ઉપયોગ કરતા નથી. તેમના બગીચામાં કુદરતી રીતે જ દર વર્ષે વહેલો મોર આવી જાય છે, આશ્ચર્યની વાત એ છે કે, તેમના આંબાના બગીચામાં વહેલું ફ્લાવરિંગ આવવાની સાથે નાની-નાની "ખાખડી કેરીઓ" પણ જોવા મળી રહી છે, આમ કેરીના ચાહકો માટે આ વર્ષે કેરીની મોડી આવવાની શરૂઆત થશે અને ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે કે કેટલો ખર્ચ કર્યો છે તેટલું ઉત્પાદન થશે કે કેમ..????
આ પણ વાંચો : Agriculture News : જંતુનાશકોનું વધતું જોખમ, જેને લઈ આરોગ્ય અને પર્યાવરણ પર સીધો હુમલો