સાર્વજનિક પ્લોટમાં સ્થાનિકોની મંજૂરી વિના જ કામ શરૂ કરાયું હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, જૂનાગઢના મેઘાણીનગરમાં આવેલી વસાહતમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ તથા સ્થાનિક રહીશોની કોઈપણ જાતની મંજૂરી વગર સાર્વજનિક પ્લોટમાં મહાનગરપાલિકા દ્વારા પાણીનો બનાવી દેવાતા વિવાદ સર્જાયો છે.
જૂનાગઢ મહાનગરપાલિકા પાસેથી કુલ 59, 774 ચોરસ વાર જમીન સંપાદિત થયેલ હતી
હાઉસિંગ બોર્ડના રહેવાસીએ સમગ્ર નામના લઈને ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી છે નગરપાલિકા પાસેથી હાઉસિંગ બોર્ડે જમીન નાણા ભરીને વેચાતી લીધી હતી અને ત્યારબાદ તેમાં ત્રણ સાર્વજનિક રોડ પાડવામાં આવ્યા હતા. ત્રણમાંથી એક પ્લોટમાં મંજૂરી વગર પાણીની ટાંકી બનાવી દેવામાં આવતા હાઉસિંગ બોર્ડે કોઈપણ જાતનો વાંધો ન લેતા રહેવાસીઓએ ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી છે. વર્ષ 1972-73માં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકા પાસેથી કુલ 59, 774 ચોરસ વાર જમીન સંપાદિત થયેલ હતી.
અત્યારના સ્થાનિક રહેવાસીઓ દ્વારા સિવિલ કોર્ટમાં કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે
જેના પર એલાયચી સ્કીમ હેઠળ 240 મકાન બંધાયેલા છે જે જમીનની કિંમત ત્યાંના વસાહતીઓ પાસેથી વ્યાજ વસુલી 5,97,740 વર્ષ 1993 ના મનપાએ ગુજરાત હાઉસ બોર્ડે એ ચૂકવી આપ્યા છે જેથી આ જમીનની માલિકી ગુજરાત હાઉસિંગ બોર્ડની છે, 2019માં અત્યારના સ્થાનિક રહેવાસીઓ દ્વારા સિવિલ કોર્ટમાં કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે જેની સુનવણી હજી થઈ નથી ત્યારે સ્થાનિકોની મંજૂરી લીધા વગર પાણીની ટાંકી બનાવી નાખતા રોષ ફેલાયો છે.
બીજી તરફ ધાર્મિક ભાવના અને કાયદાકીય પ્રશ્નો ઊભા થયા છે
આ વિવાદ મુદ્દે મહાનગરપાલિકાના પાણી પુરવઠા શાખાના અધિકારી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, કોર્ટે આ જમીન મહાનગરપાલિકાને સોંપી દીધી છે આ જમીન સરકારી જમીન છે અને આર.એન.બી પાસેથી તમામ બાબતોની ખરાઈ કરી અને આ જમીન ઉપર પાણીની ટાંકી બનાવવામાં આવી છે, બીજી તરફ, કામ ગામમાં શુદ્ધ પીવાનું પાણી સુલભ થાય તે હેતુથી હાથ ધરવામાં આવ્યું છે અને તમામ પ્રક્રિયા નિયમ મુજબ કરવામાં આવી છે, હાલ મેઘાણીનગરમાં તંત્ર અને સ્થાનિક લોકો વચ્ચે તણાવજનક પરિસ્થિતિ સર્જાઈ છે, જ્યાં એક તરફ વિકાસનું કાર્ય છે તો બીજી તરફ ધાર્મિક ભાવના અને કાયદાકીય પ્રશ્નો ઊભા થયા છે.
આ પણ વાંચો : Surat News : સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીના અવસરે મુંબઈથી પ્રારંભ થયેલી ગોદાવરી પ્રવાહ યાત્રા સુરત પહોંચી