મેળામાં 10થી 12 લાખ લોકોની વ્યવસ્થાનું આયોજન કરાયું છે અને કલેક્ટર-SPએ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું છે, મહાશિવરાત્રીના મેળાના પારંભની પૂર્વ સંધ્યાએ હજારો શહેરીજનો ભવનાથમાં ઉમટી પડ્યા હતા અને ગિરનાર દરવાજાથી ભવનાથ સુધી હજારો શિવભક્તો ભવનાથ મહાદેવ દાદાના દર્શને આવ્યા.


[[$googlead]]

બે કિલોમીટર લાંબી વાહનોની કતારો થતા પોલીસ દ્વારા ટ્રાફિક મેનેજમેન્ટ કરાયું

મહાશિવરાત્રીના મેળા ના ઇતિહાસમાં પ્રથમ વખત સાડા ત્રણ કિલોમીટરનો માર્ગ સુશોભિત કરાતા ભાવિકોએ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં થયેલા આયોજનને આવકાર્યું છે અને કલેકટર અને એસપી સહિતના અધિકારીઓએ મહાશિવરાત્રીના મેળામાં દસ -બાર લાખથી વધુ લોકોની વ્યવસ્થા જળવાય તે માટે અધિકારીઓને વિશેષ માર્ગદર્શન આપ્યું છે.

અત્યાર સુધીનો સૌથી મોટો અને યાદગાર મેળો બની રહેશે

મહાશિવરાત્રી મેળા અંગે વિગતે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આ વર્ષનો મેળો અત્યાર સુધીનો સૌથી મોટો અને યાદગાર મેળો બની રહેશે. જૂનાગઢમાં યોજાતા ‘મીની કુંભ’ મહાશિવરાત્રી મેળામાં પધારતા સાધુ સંતો અને શ્રદ્ધાળુઓને આવકારવા વહીવટી તંત્ર સજ્જ છે. શ્રદ્ધાળુઓની આસ્થાને ધ્યાનમાં રાખીને દર વર્ષે રવેડી રૂટ ૧.૫ કિ.મી. નો હોય છે જેમાં ૫૦૦ મીટરનો વધારો કરીને આ વર્ષે ૨ કિ.મી કરવામાં આવ્યો છે, જેથી પવિત્ર નાગા સાધુઓની રવેડીના દર્શનનો મહત્તમ શ્રદ્ધાળુઓને લાભ મળી શકે.

[[$alsoread]]

ડોર મેટરી જેવી અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે

નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, સરકાર દ્વારા આ વર્ષે મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવશે. દર વર્ષે અંદાજે ૧૬૦૦ પોલીસ જવાનોને ફરજો સોંપવામાં આવે છે જેની સંખ્યા વધારીને આ વર્ષે ૨૯૦૦થી વધુ કરવામાં આવી છે. મેળામાં કોઈપણ અનીચ્છનીય બનાવ ન બને તે હેતુથી સમગ્ર વિસ્તારમાં CCTV કેમેરા દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે. આ ઉપરાંત પાર્કિંગ, અવર જવરના રસ્તાઓ, રહેવાની સુવિધા માટે ડોર મેટરી જેવી અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

મેળાના રૂટ પર શુધ્ધ પીવાના પાણીની તથા સ્વચ્છ શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી

રાજ્ય સરકારના ટૂરિઝમ વિભાગ દ્વારા સમગ્ર રૂટનું ભગવાન ભોલેનાથની થીમ પર સુશોભન કરવામાં આવશે. જૂનાગઢ શહેરને પણ રોશનીથી શણગાર કરવામાં આવશે. સમગ્ર રૂટમાં અનેક સેલ્ફી પોઈન્ટ, ઈન્ફોર્મેશન સેન્ટર પણ મુકવામાં આવશે. આ ઉપરાંત શાહી સ્નાન સમયે મહાશિવરાત્રી મેળાનું લાઈવ સ્ટ્રીમીંગ પણ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું. સંઘવીએ કહ્યું હતું કે, આ વર્ષે જૂનાગઢ પોલીસ દ્વારા પ્રથમવાર ૧,૦૦૦ થી વધુ સ્થાનિક યુવાનોને વોલેન્ટિયર તરીકે જોડી મેળાની વ્યવસ્થામાં સામેલ કરવામાં આવશે. ૩૦૦ થી વધુ સામાજિક સંસ્થાઓ દ્વારા ભાવિકો માટે ઉતારા અને ભોજન (પ્રસાદ)ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મેળાના રૂટ પર શુધ્ધ પીવાના પાણીની તથા સ્વચ્છ શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો : Gandhinagar News : ગુજરાતની 09 APMCમાં ચૂંટણી યોજવાનો રાજય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય


 

  • Follow us on: