પોલીસે છેડતી કરનાર આરોપીને ઝડપ્યો છે, બે લુખ્ખા તત્વોએ કરી હતી છેડતી અને પોલીસે બે માંથી એક આરોપીને ઝડપ્યો છે, મેહુલ માલમ, તીર્થ ફળદુ સામે નોંધાઇ હતી ફરિયાદ અને વાલીએ સમજાવતા આરોપીઓએ કર્યો હતો હુમલો, ફરાર આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે અને પોલીસે મેહુલને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીઓ સગીરાને મેસેજ કરી પીછો કરતા હતા

કેશોદ તાલુકાના એક ગામમાં સગીરાની છેડતી અને જાતીય સતામણી કરતા બે લુખ્ખા તત્વો સામે ફરિયાદ નોંધાઈ છે અને એક આરોપી ધરપકડ કરી લીધી છે, કેશોદ તાલુકાના એક ગામના રહેણાંક વિસ્તારમાં એક સગીરાની જાતીય સતામણી અને છેડતી કરનાર બે શખ્સો વિરુદ્ધ કેશોદ પોલીસે પોક્સો હેઠળ કડક કાર્યવાહી હાથ ધરી છે. આરોપી મેહુલ વિજયભાઈ માલમ અને તીર્થ ઉર્ફે બુધ્ધો ફળદુ લાંબા સમયથી સગીરાનો પીછો કરી, અશ્લીલ મેસેજો મોકલી અને તેના ફોટા પાડી માનસિક ત્રાસ આપતા હતા.

સોશિયલ મીડિયાના માધ્યમથી સગીરાને બંને યુવકો હેરાન કરતા

હદ તો ત્યારે થઈ જ્યારે સગીરાના વાલી આરોપીઓને સમજાવવા ગયા, ત્યારે આ લુખ્ખા તત્વોએ તેમની સાથે ગાળાગાળી કરી હુમલો કર્યો હતો. પોલીસે ત્વરિત એક્શન લેતા મુખ્ય આરોપી મેહુલની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે, જ્યારે ફરાર બીજા આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. સમાજમાં આવા તત્વો સામે દાખલો બેસે તેવી કડક સજાની માગ ઉઠી છે.


આ પણ વાંચો : Gujarat Latest News Live : ઠંડી શરૂ થતાં અમદાવાદમાં રોગચાળો વધ્યો, AMCની હોસ્પિટલોમાં વાયરલ ઇન્ફેક્શનના કેસ વધ્યા