જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા હાલ શહેરમાં ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે. આવામાં જુનાગઢ મનપાનો વાલ્વ ભંગાર બજારમાંથી મળી આવતા મનપાનો ભંગાર બારોબાર સગેવગે કરવામાં આવતો હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. જે કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ વાલ્વ ફાર્મસી ફાટક પાસે ભંગારના ડેલામાંથી મળી આવ્યો છે. આ મામલે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વોટર વર્ક્સ પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે.
વાલ્વ ભંગારના ડેલામાંથી મળી આવ્યો
ઘટનાની મળતી માહિતી અનુસાર, જૂનાગઢ મહાનગરપાલિકાના ટીંબાવાડી વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે. આવામાં વાલ્વ ભંગારના ડેલામાંથી મળી આવતા ભંગાર કૌભાંડનું પોત પ્રકાશ્યું છે. કોન્ટ્રાક્ટરના મજૂરો આ ભંગારનો માલ વેચતા CCTVમાં ઝડપાયા છે. આ મામલે જૂનાગઢ મહાનગરપાલિકાએ વોટર વર્કસ પાસે સ્પષ્ટતા માગી છે. આ ભંગારનો ડેલો ફાર્મસી ફાટક પાસે આવેલો છે.













