ભવનાથના દર્શન કરી ભાવિકોએ પૂણ્યુનું ભાથું બાંધ્યુ અને જીવ અને શિવના મિલનનો મિનીકુંભ મેળો જોવા મળ્યો છે, અત્યાર સુધી અલગ-અલગ રાજયોમાંથી લોકો દર્શન માટે આવ્યા છે અને દર્શન માટે પણ તંત્રએ સરખી વ્યવસ્થા કરી છે. ભવનાથ મંદિરમાં અવિરત ભક્તોનો ધસારો છે અને બિલીપત્રથી ગર્ભગૃહમાં શણગાર કરાયો છે.
એસ. ટી. નિગમ દ્વારા 1000 બસોનું સંચાલન કરાયું
મહાશિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે જૂનાગઢ ખાતે યોજાઈ રહેલા 'મીની કુંભ' મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સલામત અને સુલભ મુસાફરી માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સુયોગ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના ખૂણે-ખૂણેથી આવતા યાત્રિકોને પરિવહનમાં કોઈ અગવડ ન પડે તે માટે આ વર્ષે કુલ ૧,૦૦૦ બસોનું સંચાલન કરવામાં આવશે.













