સમાજમાં દિવ્યાંગો પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ અને જાગૃતતા લાવવાના હેતુથી આ રેલીનું આયોજન કરાયું હતું. આજે તા. ૩ ડિસેમ્બરે સવારથી જ આઝાદ ચોક ખાતે દિવ્યાંગ બાંધવોનો ધસારો જોવા મળ્યો. વ્હીલચેર, ટ્રાઈસાઈકલ અને ટેક્ટરની મદદથી ૮૦ થી વધુ દિવ્યાંગ બહેનો-ભાઈઓએ રેલીમાં ભાગ લીધો હતો.
અમે અલગ નથી તેવા સૂત્રોના બેનર સાથે રેલી નીકળી
સી.ડબ્લ્યુ.સી.ના ચેરમેનના હસ્તે રેલીનું પ્રસ્થાન કરાવાયું હતું. રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ સરદાર ચોક ખાતે સમાપન પામી હતી. રેલી દરમિયાન દિવ્યાંગોએ “અમને હસતા જોઈએ, સહાનુભૂતિ નહીં” અને “અમે અલગ નથી, ખાસ છીએ” જેવા સૂત્રોના બેનરો લઈને લોકોને જાગૃત કર્યા હતા.













