મેંદરડા : મેંદરડા લેઉવા પટેલ સમાજ અને ભોળા મિત્ર મંડળના સંયુક્ત ઉપક્રમે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ માસ પારાયણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.વ્યાસપીઠ પરથી શાસ્ત્ર્રી ભાવિનભાઈ ભટ્ટે આખો શ્રાવણ માસ પોતાની વાણીમાં શિવગંગાનું અદભુત રસપાન કરાવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં ધર્મપ્રેમી વડીલો અને ભાવિક ભક્તોએ ઉત્સાહભેર લાભ લીધો હતો.કથા દરમિયાન ધર્મ અને રાષ્ટ્રપ્રેમનો સમન્વય જોવા મળ્યો હતો. જન્માષ્ટમી નિમિત્તે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો. આ ઉપરાંત, 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વે રાષ્ટ્રધ્વજને સલામી આપી સમૂહ રાષ્ટ્રગાન દ્વારા સનાતન ધર્મની સાથે રાષ્ટ્રધર્મનું પણ ઉત્તમ પાલન કરવામાં આવ્યું હતું.શ્રોતાઓ માટે વિવિધ દાતાઓ તરફ્થી કથા દરમિયાન ચા-નાસ્તો, દૂધ, કોલ્ડ્રિંક્સ, આઈસ્ક્રીમ અને લીંબુ શરબત તેમજ પ્રસાદની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી. ફોટોઃ દેવશીભાઈ છોડવડીયા

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો