ભેંસાણમાં રહેતા એડવોકેટ સંજય કાપડિયા છ મહિના અગાઉ વલસાડમાં આવેલ વિશ્વંભરીધામ ચેરીટેબલ ટ્રસ્ટ ખાતે ફરવા ગયેલા હતા, ત્યારે ત્યાં તેઓએ 101 રૂપિયાનું દાન કર્યું હતું.


જેની પહોંચમાં કોઈ ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન નંબર કે ન હોવાથી બોગસ હોવાનું જણાતા તેની આરટીઆઈ કરીને માહિતી માંગી હતી, જેના આધારેવિશ્વંભરીધામ ચેરીટેબલ ટ્રસ્ટમાં ચાલતી ગેરકાયદે પ્રવુતિનો ભાંડો ફૂટયો હતો. જેના પરિણામે તે મનદુઃખમાં આખીયે ઘટના બની હોવાનું પોલીસ દફ્તરે નોધાયું છે, જેમાં એડવોકેટ સંજયભાઈ બગસરા-જેતપુર હાઈવે ઉપર રફળીયા પાસેની શ્યામ હોટેલ પાસે આવ્યા ત્યારે તેમનું અને સાથે રાજેશ શાહુ, અને રવિ પાસવાનનું અજાણી સાતથી આંઠ જેટલા વાહનોમાં આવેલા મહિલાઓ અને પુરુષોએ ધોકા મારીને બળજબરીથી બેસાડીને અપહરણ કરીને ભાગ્યા હતા.

જે અંગેની ભેંસાણ પોલીસને જાણ થતા ધંધુકા પોલીસની મદદથી ચાર શખ્શોને ઝડપી લીધા હતા. સમગ્ર બનાવમાં વલસાડ, નવસારી, વડોદરાના આઠ શખ્સો, મહિલાઓનું કારસ્તાન ખુલ્યું હતું. આરોપીઓ ફરિયાદી વકીલને ખોટા કેસમાં ફ્સાવી દેવાની ધમકી આપીને અપહરણ કર્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: