જૂનાગઢ જિલ્લા જેલ ફરીથી વિવાદમાં આવી છે, આજે ફરી આવા જ આક્ષેપ સાથે બે કેદીઓને સિપાઈએ માર મારતા બે કેદીઓને ઈજા થતા તે બનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લા જેલમાં બંદીવાન કેદી તરીકે રહેલા સાહિલ રજાક મજગુલ અને જાવીદ જમાલ શેખ બને કેદીઓને માથામાં ઈજા થવાથી સિવિલ હોસ્પિટલના કેદી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાં સાહિલનું એવું કહેવું છે કે, તેમના ઘરેથી ચાર દિવસ પહેલા કપડા આવ્યા હતા, તે લેવા માટે ગયેલ ત્યારે જેલમાં ફરજ પરના એક સિપાઈએ તેને દીવાલમાં માથું ભટકાવીને ઈજા કરી હતી.


તો બીજા કેદી જાવીદે જણાવ્યું કે, કારણ વગર જેલમાં જેલનો સ્ટાફ તેમની સાથે મારકૂટ કરે છે, અને જેલમાં અંદર વગદાર કેદીઓને જેલમાં તમાકુ, મોબાઇલ સહિતની અનેક સુવિધાઓ પૈસા લઈને પૂરી પાડવામાં આવે છે, અમે ગરીબ છીએ અમારી પાસે પૈસા નથી જેથી અમને સામાન્ય બાબતે હેરાનગતી કરાય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: