જૂનાગઢ જિલ્લાના માણેકવાડા ગામમાં વહીવટી તંત્ર દ્વારા ગૌચરની જમીન પરના દબાણો દૂર કરવાની એક મોટી અને આક્રમક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીના પરિણામે ગામના પશુઓ માટેની 800 વીઘા જેટલી ગૌચરની જમીન ગેરકાયદેસર દબાણમુક્ત કરવામાં આવી છે.


​800 વીઘા ગૌચરની જમીન ખુલ્લી કરાવાઈ

પ્રાપ્ત માહિતી અનુસાર, જૂનાગઢ જિલ્લા કલેક્ટરની માણેકવાડાની મુલાકાત બાદ આ દબાણો હટાવવા માટે ત્વરિત પગલાં લેવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા આ ૮૦૦ વીઘા જમીન પરના દબાણો હટાવીને ગૌચરની જમીન ખુલ્લી કરાવાઈ છે. આ દબાણો દૂર કરવાની કાર્યવાહીમાં કુલ ૮૩ ખેડૂત ખાતેદારોના ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા છે. સરકારી જમીન પર દબાણ કરનારાઓ સામે લાલ આંખ કરીને તંત્રે એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે.

માણેકવાડામાં તંત્રની મોટી કાર્યવાહી

વહીવટી તંત્રે જણાવ્યું છે કે, દબાણ હટાવવાની આ કાર્યવાહી પાછળ થયેલો તમામ ખર્ચ પણ દબાણ કરનારા ૮૩ ખાતેદારો પાસેથી જ વસૂલવામાં આવશે. આ કાર્યવાહીથી ગામના પશુઓ માટે હવે ૮૦૦ વીઘા જેટલું વિશાળ ગૌચર ખુલ્લું થયું છે.


વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 

  • Follow us on: