આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા 497 ભયજનક અને જર્જરિત મિલકતોને નોટિસ ફટકારી છે. કોઈ અનિચ્છનીય દુર્ઘટના ન ઘટે તે માટે તંત્ર દ્વારા કડક વલણ અપનાવીને કુલ 182 મિલકતોના વીજ અને પાણીના જોડાણો કાપી નાખવામાં આવ્યા છે.
મનપા દ્વારા સંપૂર્ણ જર્જરિત મિલકતો અને વપરાશ માટે મરામત લાયક મિલકતોનેબે ભાગમાં વહેચીને 172 અત્યંત જર્જરિત મિલકતો પૈકી 85 મિલકતોમાં વીજ-પાણીના કનેક્શન કાપી અત્યંત ભયજનક 22 મિલકતોને સંપૂર્ણપણે ઉતારી લેવા માટે પ્રક્રિયા શરૂ કરાઈ છે. જ્યારે અન્ય 27 મિલકતોને યોગ્ય સમારકામ દ્વારા સુરક્ષિત જાહેર કરાઈ છે. બીજી તરફ્, જે મિલકતો ભયજનક છે પરંતુ રિપેરિંગ બાદ ઉપયોગમાં લઈ શકાય તેવી છે, તેવી કુલ 325 મિલકતો સામે પણ પગલાં લેવાયા છે. સુરક્ષાના ભાગરૂપે આમાંની 97 મિલકતોના વીજ-પાણી જોડાણ બંધ કરાયા છે. જ્યારે 76 મિલકત માલિકોને વહેલી તકે રિપેરિંગ કરવા તાકીદ કરાઈ છે.










