પરમા અગિયારસ અને પવિત્ર દામોદર કુંડ વચ્ચેનો સંબંધ સીધો ભગવાન શ્રીહરિ (વિષ્ણુ) ના પુરુષોત્તમ સ્વરૂપ સાથે જોડાયેલો છે. શાસ્ત્ર્રોક્ત દ્રષ્ટિએ આ બંનેનો સમન્વય અસાધારણ ફ્ળ આપનારો માનવામાં આવે છે, જેને લઈને ગિરનારની ગોદમાં આવેલા પવિત્ર દામોદર કુંડ ખાતે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતા. આજના દિવસનું મહત્વ સમજીએ તો, ભગવાન પુરુષોત્તમ અને રાધા-દામોદરનો સમન્વય જોવા મળે છે. અધિક માસના સ્વામી પરમા અગિયારસ માત્ર અધિક માસ (પુરુષોત્તમ માસ) માં જ આવે છે. પરમા અગિયારસના દિવસે જો કોઈ ભક્ત દામોદર કુંડમાં સ્નાન કરીને પિતૃઓનું સ્મરણ કે તર્પણ કરે છે, તો તેને સામાન્ય દિવસો કરતાં બમણું પુણ્ય મળે છે. એવું માનવામાં આવે છે કે આ પવિત્ર દિવસે દામોદર કુંડમાં ડૂબકી લગાવવાથી પિતૃઓની આત્માને વૈકુંઠ ધામ (મોક્ષ) ની પ્રાપ્તિ થાય છે અને સાધકના ત્રણ પેઢીના પાપો ધોવાઈ જાય છે.

બારડોલીના સરદાર પટેલ સ્ટેડિયમમાં અગ્રવાલ સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ક્રિશિવ લાયન્સ ચેમ્પિયન









