સોરઠ પંથકમાં ચોમાસાની આગાહી વચ્ચે માળિયા હાટીના તાલુકાના પિયત વિસ્તારના ખેડૂતો દ્વારા મગફ્ળીની વાવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જ્યાં સિંચાઈની પૂરતી સગવડ ઉપલબ્ધ છે તેવા વિસ્તારોમાં ખેડૂતો પિયત આપી વાવેતર કાર્યમાં જોડાયા છે.ખેડૂતો દ્વારા વાવણી શરૂ કરતા પહેલાં પરંપરાગત રીતે જમીનનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ખેતીમાં મહત્વની ભૂમિકા ભજવતા બળદોનું પૂજન કરી તેમને તિલક કરવામાં આવ્યા હતા. શુભ પ્રસંગે ખેડૂતોને કુમકુમ તિલક કરી ગોળ-ધાણા વહેંચવામાં આવ્યા હતા અને ત્યારબાદ વાવણી કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

બારડોલીના સરદાર પટેલ સ્ટેડિયમમાં અગ્રવાલ સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ક્રિશિવ લાયન્સ ચેમ્પિયન









