પશ્ચિમ કચ્છ ખાણ ખનિજ વિભાગ દ્વારા ગત નાણાકીય વર્ષ 2024-25માં ગેરકાયદે ખનન, વહન, સંગ્રહ પેટે રૂપિયા 588.65 લાખની વસૂલાત સામે 2025.26ના નાણાકીય વર્ષમાં રૂપિયા 750.05 લાખની વસુલાત થઈ છે. તેની પાછળનું કારણ ગત વર્ષની સરખામણીમાં કેસોની સંખ્યામાં વધારો થયો છે. ગત વર્ષ કુલ 258 કેસ કરાયા હતા, તેની સામે ચાલુ વર્ષે 378 જેટલા મહત્તમ કેસો થવા પામ્યા છે. જેના કારણે સ્વાભાવિકપણે જ વસુલાતની રકમમાં પણ વધારો થાય.
રૂપિયા 750.05 લાખની વસુલાત થવા પામી
આ બાબતે વધુ માહિતી આપતાં ભૂસ્તરશાસ્ત્રી દેવેન્દ્રસિંહ બારૈયાએ જણાવ્યું હતું કે, ગત નાણાકીય વર્ષ 2024-25માં ગેરકાયદે ખનન, વહન, સંગ્રહ પેટે રૂપિયા 588.65 લાખની વસૂલાત સામે 2025-26ના નાણાકીય વર્ષમાં રૂપિયા 750.05 લાખની વસુલાત થવા પામી છે. જે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે રૂપિયા 161.50 લાખની વધુ આવક સૂચવે છે.
વધુમાં તેમણે પશ્ચિમ કચ્છમાં ખનિજનું અનઅધિકૃત ખનન, વહન, સંગ્રહ ન થાય તે માટે વિભાગ દ્વારા સતત ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવે છે. જેના પગલે વર્ષ 2025-26માં કુલ 378 કેસો કરાયા હતા. જેના પટે રૂપિયા 750.05 લાખની વિભાગ દ્વારા વસૂલાત કરવામાં આવી હતી. જેમાં ખનનના 65 કેસને પગલે 318.34 લાખ, વાહનના 298 કેસના પગલે 339.04 લાખ અને સંગ્રહના 15 કેસને પગલે રૂપિયા 92.67 લાખની વસુલાત કરવામાં સફળતા મળી છે.
વર્ષ 2024-25માં રોયલ્ટી પેટે રૂપિયા 400 કરોડની આવક
વર્ષ 2024-25માં રોયલ્ટી પેટે રૂપિયા 290.81 કરોડની આવક થઈ હતી. જેની સામે વર્ષ 2025-26માં રૂપિયા 400 કરોડ જેટલી આવક થવા પામી છે. જે ગત વર્ષની સરખામણીએ રૂપિયા 109.19 કરોડની મહેસૂલી આવકમાં વધારો સૂચવે છે.
ગત વર્ષની સરખામણીએ આ વખતે કેસોમાં વધારો
પશ્ચિમ કચ્છમાં ખાણ ખનિજ વિભાગ દ્વારા અનધિકૃત ખનન, વહન અને સંગ્રહના કરાયેલા કેસો અને વસૂલાત ઉપર નજર કરવામાં આવે તો વર્ષ 2024-25માં કુલ 258 કેસ કરવામાં આવ્યા હતા. જેની સામે રૂપિયા 588.65 લાખની વસુલાત થવા પામી હતી. જ્યારે વર્ષ 2025-26 દરમ્યાન વિભાગ દ્વારા કુલ 378 કેસો કરાયા હતા. જેના પેટે રૂપિયા 750.05 લાખની વસૂલાત થઈ હતી.
આ પણ વાંચો : Ahmedabad : ચાંદખેડામાં ઢોંસા ખાધા બાદ બે માસૂમ બાળકીના ભેદી સંજોગોમાં મોત થયાનો આરોપ, પોલીસ તપાસ શરુ