કડી પંથકમાં મેઘરાજાની મહેરબાનીથી ખેડૂતોમાં ખુશીની લાગણી વ્યાપી છે, પરંતુ બીજી તરફ્ શાકભાજીના ભાવોમાં આવેલા તોતીંગ વધારાએ સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોની ચિંતામાં વધારો કર્યો છે. સૌથી વધુ ઉછાળો કોથમીરના ભાવમાં જોવા મળ્યો છે, જ્યાં પ્રતિ કિલો રૂ.220થી 240 સુધીનો ભાવ જોવા મળી રહ્યો છે. કડી શાક માર્કેટમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી ગવાર, ભીંડા, દૂધી, કાકડી, કારેલા, ટામેટાં, રીંગણ, લીંબુ સહિતના શાકભાજીની આવક થાય છે. આ ઉપરાંત, અમદાવાદના કાલુપુર માર્કેટમાંથી પણ શાકભાજી કડીમાં પહોંચે છે. હાલ કડી શાક માર્કેટમાં ગવાર અને ભીંડાના ભાવ રૂ.80થી 100, દૂધી રૂ.60, પરવળ રૂ.60, કારેલા રૂ.50, કાકડી રૂ.100, ગીલોડી રૂ.100, ફૂલાવર રૂ.80, મેથી રૂ.120, કોથમી રૂ.240, ટામેટાં અને રીંગણ રૂ.40, લીલી ડુંગળી રૂ.40, કાચી કેરી રૂ.60 તથા વટાણા રૂ.80 પ્રતિ કિલો સુધી પહોંચ્યા છે. હાલની સ્થિતિમાં મોંઘા શાકભાજીના કારણે ગૃહિણીઓના રસોડાનું માસિક બજેટ ખોરવાઈ ગયું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો