મહેસાણા એસટી ક્રેડિટ સોસાયટીની ચૂંટણીમાં કડી એસટી ડેપો ખાતે BMSના ઉમેદવાર બળભદ્રસિંહ દશરથસિંહ વાઘેલાએ ભવ્ય વિજય મેળવ્યો હતો. કડી એસટી ડેપોમાં કુલ 278 મતદારો પૈકી 271 કર્મચારીઓએ મતદાન કર્યું હતું. મતગણતરી દરમિયાન બળભદ્રસિંહ વાઘેલાને 264 મત મળ્યા હતા. આમ, તેમણે જંગી બહુમતી સાથે વિજય મેળવી BMSનો દબદબો જાળવી રાખ્યો હતો. ચૂંટણીમાં મળેલી આ જીત બાદ કડી એસટી ડેપોના કર્મચારીઓ અને BMSના આગેવાનો-કાર્યકરોએ બળભદ્રસિંહ વાઘેલાને શુભેચ્છા પાઠવી હતી. વિજયને લઈને કર્મચારીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી અને ઉજવણી કરવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો